STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Classics

3  

Meenaz Vasaya. "મૌસમી"

Classics

ચાલો ને આપણે ગામડે જઇયે

ચાલો ને આપણે ગામડે જઇયે

1 min
148

હાલો જઇએ ગામને પાદર

જ્યાં લીલીછમ પાથરી કુદરતે ચાદર

ત્યાં નાના મોટા સૌનો છે આદર


આંબાની ડાળે, સરોવરની પાળે

હેતને હિંડોળે હિચકશું વડલાની ડાળે ઝુલશું

ખુલ્લા ખેતરમાં મહાલશું


હાલો ત્યાં જઈ ખરા અર્થમાં જીવશું

આંબલી પીપળી રમશું, પકડા પકડી રમશું

સંતાકૂકડી રમશું, ભાઈ બંધો સાથે મોજ માણશું


પ્રેમ શું છે ? સંબંધ શું છે ?

વ્યવહાર શું છે ? ભાઈચારો શું છે ?

એ જાણશું


લીલા શાકભાજી, તાજાં ફળોની મજા માણશું

ઓળો, રોટલો ને છાશની અસલી મજા જાણશું


હાલો ગામડે જઇએ

સિમેન્ટ કોંક્રિટના રસ્તા ભૂલી

ધૂળિએ મારગ જઇએ ફ્લેટને તાળું મારી

આ ઝૂંપડી ની મજા માણીએ


આ સ્વિમિંગ પુલ, આ મોલ, આ સિનેમા

આ રેસ્ટોરન્ટની અલબેલી દુનિયાનો મોહ મૂકી

આ વાડીની કુંડીમાં ડૂબકી લગાવીએ


આ પંખીઓના મધુર સ્વરને માણીએ

આ આરતી અજાનના અદભુત અવાજથી,

તન મનને પ્રફુલ્લિત કરીએ

ચાલો આપણે ગામડે જઇએ


આ પિત્ઝા બર્ગર છોડી,

આ ઘઉં બાજરાના પોકની મજા માણીએ

પ્રકૃતિના અદભુત સાનિધ્યને માણીએ

ચાલો આપણે ગામડે જઇએ


જ્યાં શુદ્ધ હવા શુદ્ધ ખોરાક

શુદ્ધ પાણી શુદ્ધ વાણી

શુદ્ધ ખાણી જેને ભીતર ભર્યો હેત નો ભંડાર

એવા માયાળુ લોકોની સંગત કરીએ


ચાલોની આ પ્રેમની પંગતમાં બેસીએ

આ જીવનની સાચી રંગત માણીએ

ચાલોને આપણે ગામડે જઇએ


હેતના હિંડોળે હિચકવા

પ્રેમના પ્રભાતિયાં ગાવા

ભાઈચારાની ભક્તિ કરવા

લાગણીની લોટરી મેળવવા

ચાલોને આપણે ગામડે જઇએ


આદરનો ઓડકાર ખાવા

માનવતાની મોજ માણવા

આ જીવનને જાણવા

ચાલો ને આપણે ગામડે જઇએ


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Classics