STORYMIRROR

બોલો ગુજરાતી

Classics

3  

બોલો ગુજરાતી

Classics

ગાંધી રિપોર્ટ

ગાંધી રિપોર્ટ

1 min
199

હુ હજી હમણાજ ગયો હતો

બાપુની પ્રતિમા પાસે

મારો ગાંધીરિપોર્ટ કરાવવા,


ખાદીનું માસ્ક પહેરીને.

રિપોર્ટમાં સત્યના કણો વધુ

અહિંસાના ઓછા આવ્યા


બાપુ બોલ્યા

'હં..મારા રસ્તે ચાલતો લાગે છો ?

કાંઈ વાંધો નહિ

કશું ચિંતા જેવું નથી


ત્રણ ગોળીઓ લખી આપું છું

કોઈપણ પાસેથી મળશે

લઇ લેજે સારું થઈ જશે

મેય લીધી તી લોકડાઉન પહેલા.'


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from બોલો ગુજરાતી

Similar gujarati poem from Classics