પીડા
પીડા
1 min
151
'ટહુકો તમારો સ્વર્ગવાસીને
ચીસ મરણની
કાન ફાડીને
ગગને ગોથા ખાય પોપટડા.
હાય પોપટડા.
કાળના તેડા આવ્યા સાગમટે
પાનખરોમા પાન ખરે એમ
ખર્યા પોપટડા..
પથારો પાનનો હોય પોપટડા
તમારે પથરાવું નો'તું ...
હાલ્યા અનંતની વાટ પોપટડા
પઢો રાજા રામ પોપટડા.
આંખો મારી ધૃતરાષ્ટ્રને
પીડા ગાંધારી થઈ પોપટડા..
હાય પોપટડા..'
