મોકો
મોકો
1 min
203
લ્યો, શ્રીમાન
આપું તમને વધુ એક મોકો,
નરસિંહની કરતાલ વગાડી જોવ,
કબીરની ચાદર વણી જોવ,
ગાંધીજીનો રેંટિયો કાંતી જોવ,
મને ખાતરી છે
આપની જીભ કદી બુઠ્ઠી થતી નથી,
વેતર વિદ્યામાં,
છેતર વિદ્યામાં,
નહીં મળે આપની જોડ..
હું વળું પછી ચોપાટ ખોલજો,
હરખી હરખીને વળજો બેવડ
લ્યો શ્રીમાન
આપું તમને વધુ એક મોકો.
