STORYMIRROR

Minaxi Rathod "ઝીલ"

Romance Classics Inspirational

3  

Minaxi Rathod "ઝીલ"

Romance Classics Inspirational

મતવાલી સાંજ

મતવાલી સાંજ

1 min
222

શબ્દો આવી મારી આંગળી ઝાલે ત્યારે ચાલી નીકળું છું,

કૈક ઊંડે સુધી સ્પર્શે હૈયાને લખવા કલમ ઝાલી નીકળું છું,


મારા વિચારો, મારી સંવેદનાને મારી લાગણીઓની શાહી,

કાગળ ઉપર બધું ઠલવાય પછી સાવ ખાલી નીકળું છું,


મંદિરના ઘંટનો ઘંટારવ હોય કે હોય મસ્જિદની અઝાન,

ગીતાનો એક પૂણ્ય શ્લોક, સુફિયાની કવ્વાલી નીકળું છું,


એકલતામાં હું મારી સાથે ને એકાંતમાં જાણે કોઈ નથી,

કોઈ મનગમતું મળે ને, તો એની સંગાથે હાલી નીકળું છું,


આ ક્ષિતિજ, આ ઢળકતી સાંજ, એક તું અને એક હું,

"ઝીલ"કિનારે છલકતી ભીની ગઝલ મતવાલી નીકળું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance