ખોવાઇ ગયો પત્ર
ખોવાઇ ગયો પત્ર


એ કેવી અલગ જ રાહ
જોવાતી હતી તારા પત્રની
કયારે આવશે પત્ર તેની
રાહ પર બારણે નજર રહેતી
જયારે એ આવતો પત્ર
મનનાં આનંદ નો કોઈ પાર રહેતોની
પત્રને ના કવરમાં પણ કેવો
અજીબનો પ્રેમ હતો
કેવો લાગણીથી સજાવેલો હતો
બસ એમજ એ કવરને જોયા કરું
પણ મારી આ જીભ
તને વાંચવા માગતી હતી
કવરમાંથી જયારે પત્ર નીકળતો
અને જયારે એનો એક શબ્દ વંચાતો
હ્રદયનો આનંદ નો કોઈ પાર રેહતો ની
પણ આજે કયાં ખોવાઇ ગયો છે
મારો આ પત્ર મોબાઇલની
આ દુનિયામાં ખોવાઈ ગયો છે
કોઇ ને મળે તો જરુર જાણ કરજો
હું તો પત્રની રાહ જોઇને બેઠો છું