STORYMIRROR

Rekha Kachoriya

Romance Classics Inspirational

4.0  

Rekha Kachoriya

Romance Classics Inspirational

લીલુંછમ

લીલુંછમ

1 min
11.7K


મળી નજરુંથી નજર વાલમની સાથે,

ને થયું વાવેતર દિલમાં લીલુંછમ.


વીત્યાં વર્ષો અનેક મળતાં નજરને,

મળીને ખીલ્યું કોરું હૈયું લીલુંછમ.


વીતી ઋતુ પર ઋતુ, આવ્યો ચોમાસો,

ને ધરતીએ ઓઢ્યું પાનેતર લીલુંછમ.


હળવેકથી ઊઠ્યો સૂર પ્રણયનો હૃદયમાં,

ને બની ગયું મારું મન લીલુંછમ.


અંધકારને હરાવી અજવાળું આવ્યું મુજ દ્વાર,

ને રેડી રહ્યો પ્રકાશ, થયું જીવન લીલુંછમ.


રુપકડું સોણલું મારું,સખી પહેલાં પરોઢનું,

નાનેરી જિંદગીમાં ખીલી ગયું ફૂલ લીલુંછમ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance