એકલાં ચાલ્યાં તમે રે
એકલાં ચાલ્યાં તમે રે


એકલા ચાલ્યાં એકલા ચાલ્યાં,
તમે તો એકલા ચાલ્યાં રે !
રાજકાજ વમળમાં શૂરવીરો,
શૂરવીરતા દાખવી તમે એકલા ચાલ્યાં રે.
આગેવાની સરદારજીની ને,
સત્યતા બાપુજીની જોઈ અમો એ રે,
શૂરવીરતા ભગતજીની ને,
પરાક્રમતા આઝાદજીની જોઈ અમો એ રે,
આઝાદીનો મારગ પાથરી,
યુવાનો માટે તમે એકલા ચાલ્યાં રે.
એકલાં ચાલ્યાં એકલાં ચાલ્યાં
તમે તો એકલાં ચાલ્યાં રે !
ધર્મ ભક્તિની વાતો કરી ધર્મ દીપ પ્રગટાવી,
તમે તો એકલાં ચાલ્યાં રે,
પ્રભાતિયાં નરસિંહના,
ને ભજનો મીરાંબાઈના ગ
ાયા અમો એ રે,
આખ્યાનો પ્રેમાનંદના,
ને પ્રણય ગીતો કલાપીના ગાયા અમો એ રે,
ભક્તિનો મારગ પાથરી,
સંતો માટે તમે એકલાં ચાલ્યાં રે.
દીકરીઓને પ્રેરણા આપી,
શક્તિ જગાવી તમે તો એકલાં ચાલ્યાં રે,
વીર કથાઓ લક્ષ્મીબાઈની ને,
ચારણ કન્યાની સાંભળી અમો એ રે,
દેશભક્તિ મેડમ કામાજીની ને,
કસ્તુરબાની સાંભળી અમો એ રે,
નારી શક્તિની ચેતના પ્રગટાવી,
તમે તો એકલાં ચાલ્યાં રે.