હા તું એજ છે
હા તું એજ છે
શું કહું છું તમને મેં શોધી કાઢયાં !
મારી સદાય પડખે રહેનાર,
હા તું એજ છે.
મારો તડકો છાયો મેં શોધી કાઢયો !
મારો આત્મા કેરો રાજ,
હા તું એજ છે.
મારુ જ્ઞાન ને અજ્ઞાન મેં શોધી કાઢયો !
મારૂ શીર્ષક જિંદગીનું,
હા તું એજ છે.
કરાવ્યા ઉઘાડા અંતરનાં દ્વાર હવે !
મુજ ને મુજ પરખાવનાર,
હા તું એજ છે.
મોહ ને માયાનું જ્ઞાન દેનાર પ્રભુ,
મારા હૃદયનું સેનીટાઇઝર,
હા તું એજ છે મારા પ્રભુ.