કોરોના
કોરોના
જયારે કરીએ છીએ ઈચ્છા વિદેશ જવાની
ત્યારે કરીએ છીએ ઈચ્છા પાછા ન આવાની!
કોને ખબર હતી કે આ વિષાણુ ઘર કરવાનો
જાણેે મગજમાં વાયુની જેેમ ફરવાનો!
આવ્યા વિદેશથી પાછા મારા ભારતીય
અને પાછો બનાવ્યો મારો દેશ કોરોનીય!
દવા દાક્તર ને સંરક્ષણ દળ બન્યા દીવાના
માસ્ક સેનીટાઇઝર ને ઉકાળા થયા પીવાના!
રાખજો દરરોજ અંતર હવે એકબીજાનું
તો જ હવે મરણ થાશે વિષાણુનું !
વ્યાપાર નોકરી ને મજૂરી બની છે ઝેરી
માનવતા બની છે હવે બગડેલી કેસર કેરી!
બસ કરજો ભારતવાસીઓ હવે મજાક મા
હવેથી વાપરીશું દેશનું ધન દેશમાં!
હવે ઈચ્છા નથી થાતી વિદેશમાં
મારે મારવો છે કોરોનાને આ દેશમાં.