ઝરૂખો
ઝરૂખો


ઉદાસી આ દિલની, આંખે ચઢી છે
તમારા વગર આ સાંજ, સૂની પડી છે.
મને ઝરૂખે એકલો મૂકીને તમે કયાં ગયાં
હવે તારી પ્રતિક્ષા, ઝરૂખે ઊભી છે.
લખી રહ્યો છું પત્ર, આ પ્રેમનો અહીં
વાંચજે જરૂર તું પત્ર, તારા ઝરૂખે રહી.
કરજો ઉન્માદ તમે, મારી લાગણીની
હું જોવુ છું વાટ, મારા ઝરૂખેથી.