હિંમત
હિંમત
આવજો જજો એમ કહેતા હતાં, મારા વહાલા સગા,
પરંતુ આગળ આવજો એવું, હિંમત આપતાં નતા સગા.
થાય છે પરીક્ષા જીવનમાં, મહેનત કરવાવાળાની,
અને મળે છે જીત ફકત, હિંમત રાખવાવાળાની.
જોઈએ છે અમુકને જીવનમાં, કદર કરનારની,
હારી ગયેલ જુગારીને જોઈ એ, હિંમત આપનારની.
કયારેય ના કરતા વિશ્વાસ, પ્રશંસા દેનારની,
રાખજો અંતર મા હંમેશા, હિંમત કહેેેનારની.
જીવન ખૂબ જ ટૂંકું છે, મારા વહાલા મિત્રો,
બસ રાખજો ને આપજો, હિંમત દરેક ને મિત્રો.
આતો વિધાતાનાં લેખ છે, એવું માનનાર ના,
થોડોક રાખીને તો જો, હિંમત આપનાર મા.
મૂકું છું હું આશા, એવી કવિતામાં,
ચોક્કસ મળશે, હિંમત વાંચનારમાં.