કિનારો
કિનારો


તારી યાદ આવતાં જ
આ નદીને કિનારે નીકળ્યો છું.
વહેતી નદીની જેમ
તારી યાદ પણ વહી રહી હતી.
આ હવામાં તારો
અવાજ મને સંભળાય છે.
કેમ છું તારી યાદ ને
આ કિનારે આવા બેસવા
પણ એ તો નદીની જેમ
સતત વહેવા જ માંગે છે.
હું તો તારી યાદમાં
અહીં જ બેસેલો છું.
તારી યાદ આવતાં જ
આ નદી કિનારે નીકળ્યો છું.