મહાભારત - એક સંદેશ
મહાભારત - એક સંદેશ


જયારે જયારે મનુષ્ય મનની,
આખો પર પટ્ટી મારે છે,
ત્યારે ત્યારે થાય છે મહાભારત.
અભિમાન અને અહંકારનો,
ટકરાવ થાય છે જયારે,
ત્યારે ત્યારે થાય છે મહાભારત.
મોહ ક્રોધ અને લોભ જયારે વધે છે,
ત્યારે ત્યારે થાય છે મહાભારત.
સ્ત્રીનું થાય અપમાન જયારે જયારે,
ત્યારે ત્યારે થાય છે મહાભારત.
હિંસા અને નિંદાનો થાય છે,
જયારે વિશ્વમાં પ્રચાર,
ત્યારે ત્યારે થાય છે મહાભારત.
પરિવાર પડે વિખુટા પૈસા ને જગ્યા માટે,
ત્યારે ત્યારે થાય છે મહાભારત.
અધર્મનો થાય પ્રચાર,
ને ધર્મનો થાય નાશ,
ધર્મને ફરી સ્થાપવા થાય છે મહાભારત.
અંતર મનને શુદ્ધ કરવા,
ગવાય છે ગીતા ઉપદેશ,
લક્ષ્ય ભૂલેલા અર્જુનને,
ઉભો કરવા થાય છે મહાભારત.
દ્વાપર યુગ હોય કે કલયુગ,
પ્રાસંગીક છે આ કથા મહાભારત.