STORYMIRROR

Parulben Trivedi

Classics

3  

Parulben Trivedi

Classics

સંગીત

સંગીત

1 min
11.4K

‌જેના સૂર, લય અને તાલથી,

કવિતા ગાનમાં ઉત્સાહ વધે...!

લીન થવાય એ કવિતામાં કે,

જેનાથી કવિતાની ચમક વધે...!

એનું નામ સંગીત.


મનને શાંતિ બક્ષતું,

હૃદયને આનંદ આપતું.....!

નિર્જન વનને એ જાણે,

લીલું ઉપવન કરતું.....!

એનું નામ સંગીત.


ગરબાની રમઝટમાં સંગીત,

પંખીઓના કલરવમાં

સંગીત....!

મા શારદાની વીણામાં સંગીત,

આખેઆખા વિશ્વના શ્વાસમાં

સંગીત.....!


આ છે સંગીતની

વ્યાપકતા.


સપ્તરંગી મેઘધનુષથી,

રંગીન થાતું આકાશ.....!

એમ સપ્ત સૂરોના સંગીતથી,

મન ખૂબ થાતું આબાદ....!

એનું નામ સંગીત.


સાત સૂરોના આ સંગમથી,

જીવન મારું સુગંધિત બને...!

સૌનાં હૈયે સૂર રેલાય એવા,

જેથી દુ:ખ દર્દના વિધ્નો હરે...!

એનું નામ સંગીત.


આકાશથી પાતાળને ગજાવે,

સૌને આનંદ ભરપૂર કરાવે....!

સંગીતના સૂર તાલોની જેમ,

સંબંધોમાં મીઠાશ આવે....!

એનું નામ સંગીત.


Rate this content
Log in

Similar gujarati poem from Classics