રક્ષક
રક્ષક


કોરોના વાઇરસનો કાળો કેર ચાલી રહયો છે
ત્યારે આપણી રક્ષા કરી રહયાં છે રક્ષક
હું કોરોના વોરિયર્સ ને શત શત નમન કરું છું.
શબ્દો તો આ રક્ષકની સેવા રજૂ ન કરી શકે
છતાં લખું છું આ કવિતા રક્ષકની અમુલ્ય સેવા પર
હું કોરોના વોરિયર્સ ને શત શત નમન કરું છું.
લડી રહયાં છે દિવસ રાત ડોક્ટર્સ
દર્દી ને કોરોના મુકત કરવા માટે
હું ડોક્ટર્સ ને શત શત નમન કરું છું.
હર એક દર્દીનું ધ્યાન રાખે છે નર્સ
અ
મુલ્ય છે એમની પણ સેવા
હું નર્સ ને શત શત નમન કરું છું.
સ્વચ્છતા છે મારી પ્રથમ ફરજ
એવા સફાઈ કામદારોનું છે અમુલ્ય યોગદાન
હું સફાઈ કામદારો ને શત શત નમન કરું છું.
પોતાના પરિવારથી દૂર રહી કરે છે રક્ષા આપણી
પોલીસ જવાનોની છે અમુલ્ય ફરજ
હું પોલીસ જવાનોને શત શત નમન કરું છું.
લખી છે આ કવિતા કોરોના વોરિયર્સની સેવા પર
શબ્દોથીના વર્ણવી શકું એમની અમુલ્ય યોગદાન ને
હું કોરોના વોરિયર્સ ને શત શત નમન કરું છું.