ધરા
ધરા


ઘણી વાર કહ્યું હતું,
હવે સમજદાર બનો.
ઘણી વાર ટોક્યા તમોને,
મોકલી ભૂકંપ ને તોફાનો.
તમારી નાની તકલીફો,
જલદી દેખાય તમને,
મારા પર જુલમો કરીને,
શાંતિ મળે શું તમને?
હું તમને પાળું, પોષું,
મોટા કરવામાં મારો ફાળો,
મોટા થયા પછી કેમ,
તમે એને ન ભાળો?
તમને જીવવા શ્વાસ જોવે,
એ તો મને પણ જોવે,
તમારી વ્યવસ્થા તમે કરી,
મારી સામે કોઇ ન જોવે?
આ તમારા વાઇરસને,
હું આપું છું ધન્યવાદ,
બધા ગયા ઘરમાં ભરાઇ,
ભૂલ્યા વાદ-વિવાદ.
તમે બધા ઘરે બેઠા,
મને થઇ છે નિંરાત,
લઉં છું સરખો શ્વાસ,
હવે હું દિનરાત.
જો આમ જ તમને સમજાય,
તો હવે આ ઉપાય અજમાવીશ.
જ્યારે મારી તકલીફો વધશે,
ત્યારે આવી મહામારી ફેલાવીશ.