STORYMIRROR

Varsha Tanna

Others

2  

Varsha Tanna

Others

થપ્પો...

થપ્પો...

1 min
14.2K


મા, મારે નથી રમવું થપ્પો,
પહેલાં હું છૂપાતી અને તું મને શોધાતી.
પળવારમાં હું તને મળતી,
આ તો તું છૂપાઈ
હું તને શોધું... સાદ પાડું
સંભળાય માત્ર મને પડઘો
હું ગઈ રસોડામાં
સુખડીની સોડમ ડૂસકાં ભરે
ઠાલાં વાસણ સાવ ચૂપચાપ હિબકાં ભરે
નળથી પાણી દડદડે
ના જોવાયું ના સહેવાયું
વળી હું મંદિર ભણી
મંદિરમાં દીવો એકલો એકલો બળે
ભજન અને ઘટંડીનો નાદ ના ભળે
કરમાયેલા ફૂલો મારી નજરને આમળે
હું કરમાણી થોડી વિંધાણી
દોડી તારા ઓરડા ભણી
ખોલ્યો તારો કબાટ
તારા જેવો સ્વસ્થ અને સ્વચ્છ
તારા જેવો જ વહાલો વહાલો
એક સાડી કાઢી તારી મનગમતી
ઓઢી લીધી મેં... મા તું મને મળી
મળી મને તારી જપ્પી
મળી ગઈ મને તારી પપ્પી


Rate this content
Log in