છત્રીનો છાંયો
છત્રીનો છાંયો
1 min
25.9K
છત્રીનો છાંયો ના ઓઢો ગોરાંદે
એક ટીપાંથી તરબાર થાઓ
ઝરમર વરસે આભથી વર્ષા
તમે લાગણીના શુકનમાં ભીંજાઓ
એક જ ટીપું તોયે મહાલે મનમાં ભરતીના કોડ એને ઝાઝા
પાણીના ફોરાં ઊડે ચોમેર જાણે ફૂલ ખીલ્યા હોય તાજા
મેઘધનુ પર બેઠી વાદળીની અંબાડી રંગોની લ્હાણી કરીએ ગોરાંદે...
અચરજની વીજળી આંખોમાં આંજી શમણાંની સંગ કરો પ્રીતિ
ખોબામાં ભરી હેતની વાંછટને હેલીને લેજો તમે જીતી
છબછબિયાંની છોળમાં મૂકી તરાપો પ્રીતના દેશમાં પહોંચો ગારાંદે...
