વરસાદ અમસ્તો
વરસાદ અમસ્તો
1 min
13.5K
વરસાદ તુને અમસ્તો અમસ્તો વાંધો પડ્યો,
તું તો શોક્ય કરતા સવાયો નીકળ્યો...
જળના ડુંગર આભે દેખાય ને ધરતી પર અમે કોરાં,
ચાતક તો સાવ બિચારું થયું વરસે ક્યારે હવે ફોરાં?
વહાલપની વેદના ઉમટે મૌનમાં,
તારો ગગડાટ સાવ ખોટાડો થયો...
મૂક હવે રીસ, સાહેલી થઈ હવે રહેશું,
સુખદુ:ખ નહીં, લાગણીના અત્તર દેશું.
સાથે ગાશું સાથે નાચશું,
સાથે રમ્યાને હવે જમાનો થયો...
