તરસ
તરસ
ના થઈ શકું મશહૂર...વાંધો નથી...
મગરૂર થવું અહીં પોસાશે નહિ...!
ના મેળવું બધી શુભકામનાઓ...ભલે,
બદદુઆઓ જીવનને જચશે નહિ...!
કહે છે સિકંદર ગયો ખાલી હાથે,
વિના કાંધ મિત્રોની જવાશે નહિ..!
હાર્યો છું કદી તો પણ પોરસ બનીને,
એવી હાર જો મળે તો જીતાશે નહિ..!
નથી અમથી આ દુનિયા થઈ મતલબી,
પણ, આ દિલથી કોઈ દુભાશે નહિ...!
છે ચર્ચા તેઓની ઘણી આજ કાલે..,
અહીં બોલકું મારું મૌન કળાશે નહિ...!
રહે છે હૃદયમાં ઘણા ખ્યાલ હમણાં..,
કોઈ ખાસ શમણે હવે જગાશે નહિ...!
ભરી મહેફિલે 'ઘૂંટ' કોરો રહી જાય.,
'તરસ' આ જીગરની છીપાશે નહિ...!
