વહી જાય છે
વહી જાય છે
સમયની સરવાણીમાં આ યુગ વહી જાય છે,
કલ્પનાઓની કશિશમાં આ વિચારો વહી જાય છે,
ઉંમરની આ છાયામાં શક્તિ વહી જાય છે,
શબ્દોની આ સોબતમાં બોલી વહી જાય છે,
અમીરની અમીરાઈમાં આ ગરીબી વહી જાય છે,
સમયની સરવાણીમાં આ યુગ વહી જાય છે,
કાલના આ ભવંડરમાં પાપી વહી જાય છે,
આદિત્યના ઓજસથી આ અંધકાર વહી જાય છે,
શરદના શણગારમાં આ ચાંદની વહી જાય છે,
વિચારોની આ કલ્પનાઓમાં કવિતાઓ વહી જાય છે,
અહંકારમાં માનવીનું આ પોતાપણું વહી જાય છે,
સમયની સરવાણીમાં આ યુગ વહી જાય છે.
