છતાં એ યાદ રહી ગયાં
છતાં એ યાદ રહી ગયાં
પડી ગયો વિખૂટો એમનાથી...
છતાં એ યાદ રહી ગયાં...
છું વાકેફ એના અંદાજથી...
છતાં એ યાદ રહી ગયાં...
રહ્યા નહી સંબંધોના તાણા વાણા...
છતાં એ યાદ રહી ગયાં..
રહ્યો છું જઈ સંબંધોની પેલે પાર....
છતાં એ યાદ રહી ગયા...
સહ્યો છે વિશ્વાસઘાત એમનો....
છતાં એ યાદ રહી ગયા...
દૂર થઈ ગયા મળીને પણ એમને...
છતાં એ યાદ રહી ગયા...
નથી સહેલા સંબંધોના આ ચિતાર..
છતાં એ યાદ રહી ગયા...
કહાની વર્ણવું 'કે.લાલ' ની કલમે...
એ દિલમાં રહી ગયા...!

