કાગળમાં શણગારવી છે
કાગળમાં શણગારવી છે
એકલતાને કલમમાં પરોવી હવે,
કલ્પનાઓની કશ્તી પર સવાર થઈને,
શબ્દોના મહાસાગરમાં તરવું છે,
દુનિયાના આ દસ્તૂરની મહેફિલ ને,
કાગળમાં શણગારવી છે,
અશાઓના પરિમાણમાં આગળ વધવું છે,
શબ્દોના આ પ્રકાશને અહીં પાથરવો છે,
વિડંબનાઓનાં અંધકારને અહીંથી જ સમાપ્ત કરવો છે.
