Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Desai

Abstract Tragedy

4.5  

Neha Desai

Abstract Tragedy

કોને ખબર

કોને ખબર

1 min
226

પથ્થરો પોલાં હોય, કોને ખબર,

કોણ કેવાં હોય કોને ખબર ?

મોતનો માતમ, મનાવે છે દુનિયા, 

આંસુ કોનાં સાચાં હોય કોને ખબર ?

તડકો બનીને, પથરાય છે સૂરજ,

પડછાયાં, કયાં આપણાં હોય કોને ખબર ?

પ્રીતનાં નામે, દિવાનગી છે ઠેર ઠેર,

કૃષ્ણ, રાધાનાં કેમ ના થઈ શક્યાં, કોને ખબર ?

ક્યારેક ખેંચ, તો ક્યારેક ઢીલ છે સંબંધ, 

ક્યારે, ક્યાં, કપાયો હોય કોને ખબર ?

કક્કો બારાખડી, જાણીએ છે આપણે,

ભણીને અભણ, કેમ રહેવાય કોને ખબર ?

ભારે ઝંઝાવાતમાં, ટકી જવાય છે,

શાંત પાણીમાં ડૂબી ગયા હોય કોને ખબર ?

કોઈ એક માણસને શોધતાં,

માણસાઈ ખોવાઈ ગઈ હોય કોને ખબર ?

જખ્મો ને આઘાતથી મપાય છે હૃદયની ક્ષમતા,

'ચાહત' સાચી હોય ના હોય, કોને ખબર ?

Rate this content
Log in

Similar gujarati poem from Abstract