કોણ કેનામાં ?
કોણ કેનામાં ?
હું શોધું છું સ્વયં ને એનામાં,
જેમ મીરાં ભટકે મધુવનમાં,
હું ગોતું છું પોતાને એનામાં,
જેમ ગોવિંદ ગવાતો કેદારમાં,
હું ખોજુ છું ખુદ ને એનામાં,
જેમ પ્યાસો પાણી ને રણમાં,
હું ભાળું મુજ ને એનામાં,
જેમ સાકર ભળે ક્ષીરમાં,
હું દેખું મને એનામાં,
જેમ સારસ જોડ એકમેકમાં.
હું અને એ ક્યાં અવર છીએ ?
એ મારાંમાં હું એનાંમાં,
ન સમજાય કોણ કેનામાં !
