Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhara Koladiya

Abstract Tragedy Inspirational

4  

Dhara Koladiya

Abstract Tragedy Inspirational

જિંદગીની મીઠાશ

જિંદગીની મીઠાશ

1 min
207


બાકી જિંદગીથી નથી કોઈ ફરીયાદ !

બસ છેલ્લે ક્યારે,

મજા આવી એ યાદ નથી, 


વ્યસ્તતા એ માજા મૂકી છે બરાબર, 

છેલ્લે ક્યારે રજા આવી એ યાદ નથી, 


આંખના ખૂણા મેં સાફ કર્યા હતા કે, 

ખરી ગયું એ પાણી એ યાદ નથી, 


આમ તો સતત હાસ્ય રાખું છું ચહેરા પર, 

સાચું હસ્યો'તો ક્યારે એ યાદ નથી, 


જે વરસાદમાં હું ભીંજાયો હતો દિલથી, 

એ વરસ્યો તો ક્યારે એ યાદ નથી, 


જીવતા જીવતા ઈચ્છાઓને બધાની, 

ક્યારે હું મને જ ભૂલ્યો એ યાદ નથી, 


ઊભો નથી કતારમાં તારા મંદિરે ઈશ્વર, 

પણ તને હું ભૂલ્યો એવી ક્ષણ યાદ નથી !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract