ક્યાં મળે છે
ક્યાં મળે છે
ક્યાં મળે છે શ્વાસ ગણતાં ચાળણાં ?
તોય માણસ ખોળશે સો માપણાં,
આખરીધામે એ સૂવાડી જશે,
આગ મન મૂકી જલાવે આપણાં,
પળ પહેલા જીવતાં છે નામથી,
આ કબરમાં તો થયા એ વામણાં,
પણ નજાકત હોત જો આ મોતમાં,
ચૂકવે એ દામ પણ સોહામણાં,
લાશને શોભે તે ઓઢાડો કફન,
રંગ બિજા તો થયા અળખામણાંં,
આ સફર અંતિમ છે ઘરથી હવે,
ચાર કાંધે નિકળી છે ધારણાં,
જિંદગી જીવી જવાં કારણ મળે,
'નિત' સ્મરણ લાગ્યા હતાં લોભામણાંં.
