STORYMIRROR

puneet sarkhedi

Abstract

4  

puneet sarkhedi

Abstract

આવડે

આવડે

1 min
249

હામ લઈ લલકાર કરતા આવડે,

તો ઘણુ પુરવાર કરતા આવડે...


યુધ્ધમાં સામી હશે છાતી ખરી,

જાતને સરદાર કરતા આવડે...


જો અજાણી તો નથી આ ભોમકા,

શક બધા હદપાર કરતા આવડે...


જિંદગીમાં ક્યાં રહ્યાં છે ડગ કદી,

જૂઠને પડકાર કરતા આવડે...


એ સહૂની બોલબાલા તો હશે,

ક્ષણને પણ પળવાર કરતા આવડે...


હાથની રેખા કદી ભૂંસાઈ છે ?

શાનથી પતવાર કરતા આવડે...


'નિત' જગને તો ખબર છે, કોણ છે ?

સત્યનો શણગાર કરતા આવડે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract