મૃૃૃૃૃગજળ
મૃૃૃૃૃગજળ
સરકતી જિંદગીની બેજાન રફતાર જોઈ છે,
આસપાસ ઘુમરાતી પોતાનાની લાગણી જોઈ છે,
કામ પડેે તો એક અવાજ મારજો એવુંં કહેતા રહ્યાં,
જરૂરતના સમયે અફસોસ દર્શાવવાની વેદના જોઈ છે,
સંવેદનાના તાણાવાણામાં ગુંચવાતો રહ્યો હંમેશાં,
કરોળિયાનાં જાળામાં છૂપાયેલા મૃગજળની તરસ જોઈ છે,
હું--ભાગતો રહ્યો મારી જ લાગણીની ઘેલછામાં સતત,
સમયના કળણમાં ચકરાતી અસ્ફૂટ વેદનાને જોઈ છે.
