સંસાર
સંસાર
સવાર પડયું--ઝાકળ ઊગ્યું,
ચકલીની ચીં ચીં અને બચ્ચાંની કીટકીટ,
રાતની ખામોશીમાં દિવસનો કલશોર ભળ્યો,
બચ્ચાની ૫ાંખોનો ફફડાટ અને છોકરાંની કીલકારીઓ,
ચકલો અને ચકલી, ચાંચમાં છે ચાંચ,
જીવનના તહેવારમાં ગુલતાની સોડમ ભળી,
ચકલો-ચકલી ઊડયાં--વિશાળ ગગન તળે,
ખામોશ રૂદન એક 'મા'નું, દુનિયાનાં સ્મિતમાં ભળ્યું.
