એક ગઝલ
એક ગઝલ
ગુમસુમ રહેવું ક્યાં હતું મારા સ્વભાવમાં,
શબ્દો થઈ ભટક્યા કરું તારા અભાવમાં,
લોહીમાં અટકળ સમું કંઈ વાગશે,
સુરખાબ ઊડતાં આવશે ચહેરાના ભાવમાં,
શ્વાસમાં સ્મરણો તરસ ને ઝંખના,
એમ આવી ગયો છું કંઈ તારા પ્રભાવમાં,
શબ્દો થશે ફરાર મને એકલો મૂકી,
યુગો જ બાકી રહી જશે મારા નિભાવમાં.
