STORYMIRROR

Bharat Thacker

Abstract

4  

Bharat Thacker

Abstract

જીવન એક મકરસંક્રાંતિ

જીવન એક મકરસંક્રાંતિ

1 min
249

જીવનરૂપી આકાશમાં મકરસંક્રાંતિ મસ્ત મસ્તાન છે

સગા અને દોસ્તરૂપી પતંગોથી સંબંધોનું આકાશ જાજરમાન છે,

 

ઉમેદવારરૂપી પતંગ જો ખાતો હોય બહુ ગોથા

પત્નીરૂપી બાંધો પૂંછડી, એવું સામાજીક જ્ઞાન છે,

 

જિંદગીનો પતંગ ચગાવવામાં ફીરકી જો હોય પ્રિયે સંગ

પછી તો આપણી પાસે સાતેય આસમાન છે,

 

લંગરીયાઓ તો મળી રહે છે જીવનનાં આકાશમાં

લંગરીયાઓથી બચતા રહેવાનું હંમેશા આહવાન છે,

 

જીવનરૂપી પતંગ ને મારવા પડશે ઠુમકા કે પોતે જ ચગશે બરાબર

કિસ્મતરૂપી પવનનો એને અનુસંધાન છે,

 

જિંદગીની દોરમાં ક્યારેક ન સમજાય તેવી પડે છે ગૂંચો

ધીરજ ધરજો, આસમાનવાળો કરાવે સમાધાન છે,

 

જેની પાસે અનેરો હુન્નર છે વિચારોની દોરી ને માંજવાનું

એની પાસે ગઝલ, કાવ્યો અને સાહિત્યનો સામાન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract