STORYMIRROR

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract Romance Inspirational

4  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract Romance Inspirational

પંચમી વસંતની

પંચમી વસંતની

1 min
316

શીદ ઝૂમતું થયું છે આ મન,

માદક વાયરાની તાલે મહેકતું આ તન

આવી છે પંચમી વસંતની..


છે આ પાનખર કે પર્ણો એ હેમના,

વહેતી આ છોળો તે સંદેશા પ્રેમના.

આવી છે પંચમી વસંતની..


પુલકિત આમ્ર મંજરી દેતી વધામણાં,

ડાળીએથી કંઠો આ ટહુકે કોકિલનાં.

આવી છે પંચમી વસંતની..


આ ભમરાના નાદે ગુંજે છે કેડીઓ,

ખોલે મકરંદ આ યૌવનની બેડીઓ.

આવી છે પંચમી વસંતની..


થરકતા આ પગલાં ને હૈયાં હિલોળતાં..

ભમતી આ કીકીઓ એ ગમતાને ખોળતાં.

આવી છે પંચમી વસંતની..


હરખ્યું આ મનડું આહા ! આતમ ઝૂમ્યો,

ઉપજે નિજાનંદ અહીં હરખાતો ચૂમ્યો.

આવી છે પંચમી વસંતની.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract