Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Swati Dalal

Abstract Others

4  

Swati Dalal

Abstract Others

શ્રદ્ધા

શ્રદ્ધા

1 min
250


વૃદ્ધાશ્રમ ના દરવાજે ટપાલી ડોકાતાં જ,

અચાનક સેંકડો આંખોમાં,

શ્રદ્ધાના દીવા ઝળહળી ગયા.


હૃદયમાં ટીસની સાથે ઉઠેલા પ્રશ્નો, 

માવતરની આંખના ખૂણા ભીંજવી ગયા,

'કાળજા કેરા કટકા ' કેમ આમ,

નિરાધાર છોડી ગયા ! 


આયખું જેને પોષવામાં વિતાવ્યું

એ જ , શું સાવ ભૂલી ગયા ?

પોતાને કોઇ યાદ જ નથી કરતું,

એ વિચારે, હૈયાના ઘાવ ફરી તાજા થઇ ગયા,


વૃદ્ધ થાકેલી આંખોથી,

પોતાના લોકોની રાહ જોઈ જોઈને,

કેટલાય આમ જ આંખ મીંચી ગયા !


થોડાક દિવસો બાદ ફરી

વૃદ્ધાશ્રમના દરવાજે ટપાલી ડોકાતાં જ, 

અચાનક, સેંકડો વૃદ્ધ આંખોમાં,

શ્રદ્ધાના દીવા ઝળહળી ગયા.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract