શબ્દો
શબ્દો
શબ્દો.....
હંમેશા અર્થ ને શોધ્યા કરતાં,
ક્યારેક વ્યર્થ મથામણ કરતાં,
લોભામણા અને લલચામણા...
હંમેશા છેતરામણા.....
હૂંફ આપી ને જીવાડતા,
તો કયારેક જીવલેણ સાબિત થતાં.
રિસાય તો મનાવતા.......
પળભરમાં હંમેશ માટે દૂર કરતાં,
કંઈ કેટલાય રહસ્યો છૂપાવી ને બેઠેલા....
શબ્દો.....
અર્થ હીન બકવાસ,
તો કયારેક હૈયામાં વાસ...
મોરપીંછ શા કોમળ,
માં ના ખોળા જેવા મધુર,
અને કયારેક ઝેર પાયેલા બાણ જેવા તીક્ષ્ણ...
વ્યથા ને જન્મ આપતા,
હાસ્ય ને ઉપજાવતા
કાચિંડાની જેમ રંગ બદલતા..
શબ્દો.....
