STORYMIRROR

Swati Dalal

Others

3  

Swati Dalal

Others

તારી સાથે

તારી સાથે

1 min
243

 હું, તું અને આ ઋતુઓ

ત્રણેય બદલાતા જઈએ છીએ,


ઘડીક પાનખર ને ઘડીક વસંત

એમ જ રંગે ચંગે ઘડાતા જઈએ છીએ,


કયારેક તપે ને કયારેક વરસે...

એમાં જ લીલા, સૂકા થઈ ને વહેતા જઈએ છીએ,


મેળા અને એકલતા બેય ને 

સાથે મળી ને માણતાં જઈએ છીએ..


એક બીજાના સંગે અને સ્પર્શે,

બદલાતા રંગોની આ સૃષ્ટિને જાણતા જઈએ છીએ,


શરદ અને શિશિરમાં પણ,

વાસંતી રંગોની રાહ જોતાં રહીએ છીએ..


સાથી,

હું, તું અને આ ઋતુઓ.


Rate this content
Log in