જીવી લઈએ
જીવી લઈએ
મન મારી ને કયાં સુધી સહેવું ?
ચાલ ને જીવી લઈએ...
કાલ શું થશે કોને ખબર
ચાલ ને આજ માં જીવી લઈએ.....
અઘુરી ઈચ્છાઓ પૂરી કરીને
ચાલ ને આજ ને માણી લઈએ....
શું કહેશે લોકો,વગેરે વાતો ભૂલી ને,
ચાલ ને સાથે ચાલી લઈએ...
તારુ કહેવું હું સાંભળુંને
મારું કહેવું તું સાંભળ
ચાલ ને સાથે હસી લઈએ...
જીવનને ખુશીઓથી વધાવીને
ચાલ ને જીવી લઈએ..
