મારી અને એની વાર્તા
મારી અને એની વાર્તા
સુંદર છે મારી અને એની વાર્તા,
મારા માટે પોતાની હસ્તિ મિટાવી દીધી,
પોતાના સપનાને દફનાવી દીધા,
કિસ્મતનો સૂરજ જ્યારે આથમ્યો જ્યારે મારા જીવનનો,
ચાંદ બની એને મારા રાતો ઉજાળી દીધી,
મારી સપનાની ડાળીઓ પર આવી જ્યારે પાનખર,
ત્યારે વસંત બની મારા જીવન બાગને મહેકાવી દીધો,
નિરાશાનો અંધકાર છવાયો મારા જીવનમાં,
આશાનો દીપ જલાવી રોશની કરી મારા જીવનમાં,
અજંપો વ્યાપ્યો જ્યારે મારી ભીતરમાં,
ત્યારે રહનું સુકુન બની નસ નસમાં આશાના બુંદો પ્રસરાવ્યા મારા જીવનમાં,
કેવી સુંદર છે મારી અને મારી માની વાર્તા.
