મારી બેની
મારી બેની
1 min
190
ક્યારેક તું મા બનીને વ્હાલ કરતી
ક્યારેક તું બાપ બનીને ટપારતી,
ક્યારેક તું મિત્ર બનીને મન હળવું કરતી
ક્યારેક તું મારી ઢાલ બનીને જગથી બચાવતી,
ક્યારેક તું જિદ કરતી ક્યારેક તું જતું કરતી
મારી બેની તું ભાઈ માટે બધું જ કરતી,
વચન છે તારું હર વેણ પૂરું કરીશ
કેમકે ભાઈના કાળજાનો કટકો છે તું બેની.
