તો શું કરું
તો શું કરું
હું તને પ્રેમ કરું પણ તું ના કરે તો શું કરું
તારી માટે જગથી લડું પણ તું ના પાડે તો શું કરું,
તારા પ્યારમાં કવિતાઓ લખું પણ તું વાંચે જ ના તો શું કરું
તારી હસી પાછળ પાગલ છું પણ તું રડે તો શું કરું
તારા પપ્પાને મનાવી લઈશ પણ તું જ ના પડે તો શું કરું
હું તારી માટે આખું જગ ફરી વળું પણ તું એક ડગલું પણ ના માંડે તો શું કરું,
તને મનાવી લેવાનું ઘણું મન થાય છે પણ તું ના માને તો શું કરું
હું તારો પ્રેમી બનવા ચાહું પણ તું દોસ્ત જ માને તો શું કરું,
તારા ગાલના ખાડામાં ડૂબી જવું છે પણ તું ના પાડે તો શું કરું
તને ચૂમવાનું મન થાય છે પણ તારી મરજી ના હોય તો શું કરું,
તને પણ પ્યાર છે પણ એકરારથી ડરે તો શું કરું.
