યાદ આવે છે
યાદ આવે છે
યાદ આવે છે બસ તારી જ યાદ આવે છે
તારી સાથે વિતાવેલી હર ક્ષણ યાદ આવે છે,
તારો તીણો અવાજ યાદ આવે છે
તારા ગાલમાં પડતા ખંજન યાદ આવે છે,
તારું ભોળપણ યાદ આવે છે
તારું શરમાવું યાદ આવે છે,
તારો ગુસ્સો યાદ આવે છે
તારી એકલતા યાદ આવે છે,
મારી લાચારી યાદ આવે છે
તારી નારાજગી યાદ આવે છે,
મારી નાદાની યાદ આવે છે
તારી બીક યાદ આવે છે,
મારો ગુસ્સો યાદ આવે છે,
હું શ્વાસ લેવાનું ભૂલું પણ તને ભૂલાતું નથી
યાદ આવે છે બસ તારી જ યાદ આવે છે.
