STORYMIRROR

Anjan Avara

Others

3  

Anjan Avara

Others

એક સપનું આજે સાકાર છે

એક સપનું આજે સાકાર છે

1 min
206

એક સપનું જોયું હતું મેં જે આજે સાચું થયું છે

જે સપનાંએ સૂવા નથી દીધો તે આજે સાકાર થયું છે,


મમ્મીની આંખોમાં આજે હરખનાં આંસુ છે

પપ્પા એ સજાવેલા સમણા આજે સાકાર છે,


આજે સપનું સાકાર છે હા આજે મારું ઘર થયું છે

પ્રેમથી મૂકેલી હર એક ઈંટમાં પપ્પાનાં આશીર્વાદ છે,


બેનોએ આપેલા સાથનો જ આ સાક્ષાત્કાર છે

પાડ માનું કેટલો મારી કુળદેવીનો તેની કૃપા અપરંપાર છે,


મારા બાલકૃષ્ણની લીલા બેમિસાલ છે

આજે એક સપનું સાકાર છે.


Rate this content
Log in