STORYMIRROR

Hardika Gadhvi

Children

3  

Hardika Gadhvi

Children

ગજવું ભરી લઉં

ગજવું ભરી લઉં

1 min
140

હસી લઉં, રમી લઉં, વદી લઉં, ગ્રહી લઉં,

આ રવિવારના ગજવામાં હું શું શું ભરી લઉં ? 


રજાની મજાને મજાની સજા ? 

હું મજાની મજામાં મજાનાં હું

મજાથી ખિસ્સાં ભરી લઉં. 

'બકોરપટેલની વાતો' ને 'પંચતંત્રની' કથા

બાળવાર્તાના ઢગલા કે ડિસ્લિલેન્ડની દુનિયા

હું આંખેથી મનમાં ભરી લઉં !


આ ઈન્ટરનેટની દુનિયાને સંસ્કારની વાતો 

જો મમ્મી મોબાઇલ આપે તો જાતે શીખી લઉં. 

રવિવાર તો રવિવાર છે વાર વારનો રાજા

રાજી થઈને કરીએ કામ તો રહેશું તાજા માજા


નિતનવા ઉત્સવો ઉજવીએ તાજામાજા થઈએ

જાતને પ્રશ્ન કરીએ

"હું લેસન કરું કે રમું ? હું વાંચું કે લખું ? 

હું ફરવા જાઉં કે હું સૂઈ જાઉં ? 

કોઈ કહોને કે હું રવિવારે શું કરું ? 


"રાત થોડી ને વેશ ઝાઝા" એવા રવિવારના રંગ

આખું અઠવાડિયું મોજ કરવા કરો રવિવારનો સંગ

રંગ ભરો, ઉમંગ કરો, આનંદ ઉજાણી સૌ સાથે, 


આ રવિવાર ને મનગમતો વાર કરવું હોય તે કરો

જે હોય પાસે ભઈ, કરવું હોય તે કરો !


એ હાલો ગમ્મત,  રમત ને

જ્ઞાન ગોષ્ઠી કરીએ રવિવારે

રવિવારે ભરેલાં ગજવાં

એ  ગજવામાંના જ્ઞાનને ખર્ચશુ્ં

સોમ-શનિવારે


આ રવિવારે રવિ -સૂર્યના તેજ ભરીલ્યો ગજવામાં, 

બાકી વારે ચાંદા જેવી ચાંદની પાથરો

આપણી કાર્ય શાળામાં


ભઈ, આપણો રવિવાર છે મજાનો વાર છે

જ્ઞાન સાથે ગમ્મત ને ગમ્મત સાથે જ્ઞાન

એ આપણા રવિવારના ગજવાંના છે અખૂટ ભંડાર


ભઈ, છે અખૂટ ભંડાર

રવિવારને વેડફી ન દેજો રે કોઈ

જે જીવે આનંદ રવિને તે આનંદે સૌ કાંઈ



Rate this content
Log in

Similar gujarati poem from Children