તહેવાર
તહેવાર
વિવિધતાથી ભરપૂર ભારતમાં મળે
અલગ અલગ પ્રદેશ ભારતમાં જોવા મળે,
ભાષા અલગ, વાણી અલગ, છતાં સમજ વધુ
એવા મારા દેશમાં અનેક તહેવારો જોવા મળે,
લોકગીત સંગીત સાથે આનંદ કરતા જોવા મળે
સહુ સંપીને તહેવારોમાં સાથે જોવા મળે,
તહેવારની શરૂઆત શ્રાવણ માસમાં જોવા મળે
એક પછી એક તહેવાર ઉજવતા જોવા મળે,
રક્ષાબંધન, સાતમ આઠમ જન્માષ્ટમી તહેવારો આવે
ખૂબ હર્ષ ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરતા જોવા મળે.
