અને મળ્યું શું ?
અને મળ્યું શું ?

1 min

75
જાદુની નગરીમાં સમ્રાટ જાદુગર ખોવાયો,
યાદોની નગરીમાં મારો પ્રેમ ખોવાયો;
વાતોની નગરીમાં તારી પ્રસંશા ખોવાઈ,
સપનાની નગરીમાં મારી આંખો ખોવાઈ;
શહેરીની નગરીમાં ગામડાના ફળિયા ખોવાયા,
યુવાની નગરીમાં ક્યાંક શ્રમ ખોવાયા;
બાળકોની નગરીમાં મસ્તીના મેદાનો ખોવાયા,
વામાની નગરીમાં શૃંગારના રસ ખોવાયા;
કળયુગની નગરીમાં સતીનું સત્ ખોવાયું,
રણની નગરીમાં વરુણનું જળ ખોવાયું;
તનની નગરીમાં મનુષ્યનું મન ખોવાયું,
દીનની નગરીમાં કુબેરનું ધન ખોવાયું;
અને મળ્યું શું ? માત્ર શબ્દ.
--"રાહ"--