STORYMIRROR

Rk Parmar

fantasy inspirational

4.3  

Rk Parmar

fantasy inspirational

એક સફર જિંદગી

એક સફર જિંદગી

1 min
485


માંની કોખેથી જન્મ લઈ,

જીવનની પેહલી રાત, કઈક અલગ જ હતી;

ઉંમરના સરવાળે પાંચ થયા,

ત્યારે હાલરડાંની મીઠાસ, કઈક અલગ જ હતી.


બુદ્ધિ અને વિકાસની યાત્રા શરૂ થઈ,

ત્યારે સપનાની રાત, કઈક અલગ જ હતી;

કેટલાય પોસ્યા અને કેટલાય તૂટયાં,

પણ હિંમતની દાદ, કઈક અલગ જ હતી.


યુવાનીના જોશમાં કઈક કરવાની તલપ,

પણ માતા-પિતાની વાત, કઈક અલગ જ હતી;

ભણતર અને ડિગ્રી બધું સમજ્યા,

પણ જિંદગીની રાહ, કઈક અલગ જ હતી.


સગાઈ થઈ અને મંગેતર જોડે પ્રેમની વાત થઈ,

પણ પરણ્યાની પે

હલી રાત, કઈક અલગ જ હતી;

માંની સારસંભાળ ના તોલે કોઈ નહિ,

પણ પત્નિની સારસંભાળ, કઈક અલગ જ હતી.


ઘરમાં બાળકનો જન્મ થયાની ખુશી,

પણ સાથે જનમતા મા-બાપની ખુશી, કઈક અલગ જ હતી;

બાળકની જીદ અને એના લાડ એક તરફ,

પણ બાપ તરીકે મારી ફરજ, કઈક અલગ જ હતી.


વૃધ્ધાવસ્થામાં શરીરનું સાથ ન આપવું,

પણ રામનામની મહિમા, કઈક અલગ જ હતી;

વળાંક બધા જોઈ લીધા,

પણ જિંદગીની છેલ્લી રાત, કઈક અલગ જ હતી.


                    --"રાહ"--


Rate this content
Log in