નાની હોડી બનાવી
નાની હોડી બનાવી
ઓ મેહુલિયા ! તું ખમ જરા,
આજે તો મસ્ત નાની; હોડી બનાવી મેં તો,
સખીઓની સાથે મારે જાવું છે પાણીમાં;
મસ્ત મજાની રંગબેરંગી હોડીઓ લઈને,
હળવેથી હોડીને મૂકીશું પાણીમાં;
નીચે નમી હાથ નાખીશું પાણીમાં,
આગળ ધકેલીશું પગ મૂકી પાણીમાં;
એક, બે, ત્રણ અને ચાર હોડીઓ,
નાના ખાબોચિયામાં તરે છે હોડીઓ;
મારી હોડીમાં મેં તો ભર્યા છે ફૂલડાં,
પાણીને વધાવશું અમે શાળાનાં ફૂલડાં;
જાજો દરિયા પાર, અમારી નાની શી હોડીઓ,
દે'જો સંદેશો દરિયાદેવને સૌ હોડીઓ;
અમે બાલુડાં આજ મસ્તીની લહેરમાં,
નીકળ્યાં સૌ વર્ગ બહાર મેહુલાની મહેરમાં.
