વાંસળી વાગે ગામે ગામે
વાંસળી વાગે ગામે ગામે
વાંસળી વાગે તો રાસ જામે હો જામે,
કાનુડા તારી વાંસળી વાગે ગામે ગામે,
શ્રાવણ વદ આઠમની આવી મધરાત,
તારા જન્મ વિના અધૂરી હોય છે રાત,
અમે ઊભા કાલિન્દીના કિનારે સામે,
કાનુડા તારી વાંંસળી વાગે ગામેે ગામે,
અમે રાસ રમીએ અને તું રાસ રમાડે,
પછી સૌને ભાવતાં તું ભોજન જમાડે,
હવે નથી ગમતુંં જાવુું કોઈ કામે કામે,
કાનુડા તારી વાંસળી વાગે ગામે ગામે..
ગાયો ચરાવે અને માખણ ઘણુું ચોરે,
ખાય નહીં ખવડાવે વળી ઘણુું ઢોળે,
તારો કાન પકડીને ગોપીઓ નમે નમે,
કાનુડા તારી વાંસળી વાગે ગામે ગામે.
