માનવ
માનવ
1 min
149
સમય પસાર થઈ ગયો છે,
માનવ પસાર થઈ ગયો છે,
એક સવંતમાં શું સારું કર્યુ ?
સૃષ્ટિને એવું શું તે ધર્યુ ?
આમ તો ખાલી હાથે ગયો છે...સમય...
આમ જ વરસો વીતી ગયાં છે,
કલશોર દિલને જીતી ગયાં છે,
ફક્ત કાન મહીં સૂર ગયો છે...સમય...
ફૂલો ખીલ્યા 'ને મહેક ફેલાવી,
ફળો ખીલ્યા 'ને સોડમ ફેલાવી,
માનવ વિનાશ વેરી ગયો છે..સમય.
